નવી દિલ્હી: ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી મિશનના પ્રવક્તા દ્વારા જમ્મુ અને કાશ્મીર અંગે કરાયેલી ટિપ્પણીને ગુરુવારે ફગાવી દીધી અને એ વાત પર પૂરેપૂરો ભાર મૂક્યો કે આ કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ હતું અને હંમેશા રહેશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે ભારત ચીન પાસેથી આશા રાખે છે કે તે ભારતના આંતરિક મામલાઓ, દેશની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતા પર ટિપ્પણી કરતા બચે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સતત વકરતા કોરોનાને હરાવવા ભારત સરકારે લીધો મોટો નિર્ણય, સીધો ફાયદો દેશવાસીઓને


તેમણે એમ પણ કહ્યું કે ભારત એવી પણ આશા રાખે છે કે ચીન જમ્મુ અને કાશ્મી સહિત ભારતના લોકોના જીવનને પ્રભાવિત કરનારા સરહદપાર આતંકવાદની સમસ્યાને સમજશે અને તેની ટીકા કરશે. 


અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી મિશનના પ્રવક્તાએ  કહ્યું હતું કે કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડામાં પ્રમુખતાથી છવાયેલો રહ્યો છે અને ચીન કાશ્મીરના વર્તમાન હાલાત પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે. 


ટ્રમ્પે ભાવવિભોર થઈને માન્યો ભારતનો આભાર, તો PM મોદીએ પણ આ અંદાજમાં આપ્યો જવાબ


સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા હાલ ચીન પાસે છે. ચીનના અધિકારીએ કથિત રીતે એમ પણ કહ્યું કે કાશ્મીરનો મુદ્દો તો ઘણા વર્ષોથી ચાલતો આવ્યો છે અને તેનો યોગ્ય તથા શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. 


શ્રીવાસ્તવે કહ્યું કે, "સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી મિશનના પ્રવક્તાએ જે નિવેદન આપ્યું છે તેમાં જમ્મુ કાશ્મીરના સંદર્ભનો અમે અસ્વીકાર કરીએ છીએ." તેઓ ચીનના પ્રવક્તાની ટિપ્પણી અંગે પૂછાયેલા સવાલ પર પ્રતિક્રિયા આપી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, "ચીન આ મુદ્દે ભારતના વલણથી સારીપેઠે વાકેફ છે. જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનું અભિન્ન અંગ રહ્યું છે અને રહેશે." 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube